વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસ ટીમે મિલપ્લોટ વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં વરલી ફીચરનો નસીબ આધારીત જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે મુખ્ય સુત્રધાર એક શખ્સ સહિત કુલ ચાર સામે વિધિવત ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં દરોડો પાડી મિલપ્લોટ ચોક ખાતે જાહેરમાં કુંડાળુ વળી નશીબ આધારીત વરલી ફીચરનો જુગાર રમતા નુરમામદ ગુલામબાઈ જેડા(આંકડા લખનાર), નીજામુદ્દીન અબ્દુલ મુલતાની, કેશરખાન મમદબાઈ પઠાણને રોઑડ રકમ રૂ. 15,200 અને ત્રણ મોબાઇલ સહિત કુલ રૂ. 26,700ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા…
આ બનાવમાં આંકડા લખનાર આરોપીની પુછપરછ કરતા મુખ્ય આરોપી તરીકે અન્ય શખ્સ નરેશભાઈ કોળીનું નામ જાણવા મળતાં પોલીસે તેની સામે પણ વિધિવત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2