વાંકાનેર શહેરના મીલપ્લોટ વિસ્તારમાંથી ગઇકાલે વાંકાનેર શહેર પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે રેડ કરી જાહેરમાં જુગાર રમવા સાત શખ્સોને ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે ગઈકાલે ધુળેટીના દિવસે વાંકાનેર શહેરના મીલપ્લોટ વિસ્તારના શાંતીનગર, વ્યાયામ શાળાની બાજુમા જાહેર શેરીમાં જુગાર રમતા પ્રવિણભાઇ દેવજીભાઇ કારેલીયા, નરેશભાઇ પ્રેમજીભાઇ બાવરીયા,
કાસમભાઇ દાઉદભાઇ મોવર, બેચરભાઇ લાખાભાઇ જોલાપરા, રમેશભાઇ સુખાભાઇ તિવારી, અનવરભાઇ દાઉદભાઇ બાબરીયા, નેકમહમદભાઇ ઇબ્રાહિમભાઇ ભટ્ટીને રોકડ રકમ રૂ. 10,200 સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA