વાંકાનેર શહેર ખાતે આજરોજ મહાવીર જયંતીની જૈન સમાજ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આજે મહાવીર જયંતી નિમિતે જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ભગવાન મહાવીરને પાંચ પોખણાંથી પોખવામાં આવ્યા હતા. આ ભવ્ય શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં જૈન સમાજના અનુયાયીઓ જોડાયા હતા….
આ તકે ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની શોભાયાત્રા જૈન દેરાસરથી નીકળી મુખ્ય બજારોમાં ફરી હતી, તે દરમિયાન જૈન સમાજના યુવાનોએ નાગરિકોમાં મીઠાઈ વિતરણ કરી હતી. સાથે તપગચ્છ જૈન સંઘની ભગવાન મહાવીરની ચાંદીની પાલખી તથા દિગમ્બર જૈનસંધની ભગવાન મહાવીરની શોભાયાત્રામાં જૈન શ્રાવિકા બહેનોએ સ્તવનો ગાતાં “એક જનમ્યો રાજદુલારો, દુનિયાનો તારણહારો” ત્રિશલાનંદન વીર કી જય બોલો મહાવીર કી જય ‘ ના નારા ગુંજી ઉઠ્યા હતા…
આ ભવ્ય વરઘોડામાં તપગચ્છ જૈનસંઘના પ્રમુખ પ્રવિણભાઈ દોશી, મંત્રી રાજુભાઈ મહેતા, ટ્રસ્ટી મુકેશભાઈ દોશી, ડો. અમીનેષભાઈ શેઠ, પ્રવિણભાઇ શાહ, નિલાબેન દોશી, જયશ્રીબેન દોશી, દિગંમ્બર સંઘના ટ્રસ્ટીઓ અને જૈન સમાજના ભાઈઓ-બહેનો જોડાયા હતા…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU