વાંકાનેર શહેરની અરુણોદય નગર સોસાયટી પાસેથી વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક શખ્સને રોકી તલાશી લેતા તેની પાસેથી ત્રણ નંગ બિયરના ટીન મળી આવ્યા હતા, જેથી પોલીસે આરોપીની અટકાયત કરી તેની સામે પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા અરૂણોદય નગર સોસાયટી પાસેથી આરોપી અમનભાઈ તસીરભાઇ પરા નામના યુવાનને કિંગ ફિશર બ્રાન્ડ સુપર સ્ટ્રોંગ બિયરના ત્રણ ડબલા કિંમત રૂપિયા 300 સાથે ઝડપી પાડી તેની સામે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!