વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે રહેતા ફરીયાદી ઉસ્માનભાઈ માહમદભાઈએ આજ ગામના આરોપી વિજય શિવાભાઈ ચાવડા અને સતિષ શિવાભાઈ ચાવડા સામે વાંકાનેર તાલુકા પોલીસમાં પાંચ લાખના વ્યાજના પસંદ લાખ ચૂકવવા છતાં પણ વ્યાજની પઠાણી ઉઘરાણી બાબતે ફરિયાદ નોંધાવી હતી, જે બનાવમાં બંને આરોપી ભાઈઓના આગોતરા જામીન કોર્ટે મંજૂર કર્યા હતા…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવમાં બંને આરોપી ભાઈઓએ યુવા એડવોકેટ જીતેન ડી. અગેચાણીયા, કમલેશ જે. ચાવડા, રવી ડી. ચાવડા મારફતે નામદાર મોરબી ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હોય જેમાં આરોપીઓ તરફે વકીલોની ધારદાર કાયદાકીય દલીલોના બાદ નામ. કોર્ટે બંને આરોપી ભાઇઓને શરતી આગોતરા જામીન મંજુર કરવાનો હુકમ કર્યો હતો. આ કામનાં આરોપીઓ તરફે એડવોકેટ જીતેન ડી. અગેચાણીયા, કમલેશ જે. ચાવડા, દિલીપ અગેચાણીયા, રવી ડી. ચાવડા, જે. ડી. સોલંકી, મોનીકાબેન ગોલતર રોકાયેલા હતાં….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU