વાંકાનેર તાલુકાના મેસરીયા ગામના બોર્ડ પાસે ચાલતા દુકાનોના કામમાં મજુરીએ આવતા પરિવારનો પાંચ વર્ષનો દિકરો ત્યાં રમી રહ્યો હોય, દરમ્યાન બાઉન્ડ્રી નજીકથી પુર ઝડપે આવતી એક ઈકો કારના ચાલકે આ માસૂમ બાળકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાળકનું મોત થયું હતું, જેથી આ બનાવમાં મૃતક બાળકના પિતાએ ઈકો ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામના પાટિયા નજીક ચાલતા દુકાનોના બનાવવાના કામમાં મજુરીએ આવતા પરિવારના પાંચ વર્ષનો દિકરો સાયનેશ ઉર્ફે શૈલેષ ભમરૂભાઇ મેડા (રહે. હાલ કોઠારીયા, મુળ રહે. મધ્યપ્રદેશ) રોડ નજીક રમી રહ્યો હોય દરમ્યાન બાઉન્ડ્રી તરફ પુર ઝડપે આવતી એક ઈકો કાર નં. GJ 36 F 5203 ના ચાલકે આ બાળકને હડફેટે લેતા સાયનેશને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત થયું હતું, જેથી આ બનાવમાં મૃતક બાળકના પિતા ભમરૂભાઇ કાળીયાભાઇ મેડાએ ઈકો ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt