ઉમેદવારોને આગામી ૨૬ મે-૨૦૨૨ સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે…

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારશ્રીએ નિયત કરેલ માસીક ઉચ્ચક વેતનથી તદ્દન હંગામી ધોરણે ખાલી પડેલ જગ્યાઓ માટે નિમણૂંક કરવામાં આવશે, જેમાં સંચાલક તરીકે ૧૯, રસોઇયા તરીકે ૩૩ અને મદદનીશ તરીકે ૫૦ જગ્યાનો સમાવેશ થાય છે….

આ જગ્યાઓ માટે ઉમેદવારોની ઉંમર ૨૦ થી ઓછી અને મહતમ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ, ઉમેદવાર એસ.એસ.સી પાસ હોવા જોઇએ એસ.એસ.સી પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે, જ્યારે રસોયા તથા મદદનીશ માટે કોઈ શૈક્ષણીક લાયકાત નક્કી કરવામાં આવેલ નથી પરંતુ તંદુરસ્તી સારી હોવી જોઈએ કોઈપણ રોગની દવા ચાલુ ન હોવી જોઈએ તેમજ મહિલા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે….

વાંકાનેર મામલતદાર કચેરીએથી નિયત નમુનાનું ફોર્મ મેળવી ભરેલ અરજી ફોર્મ તા.૨૬/૦૫/૨૦૨૨ સુધીમાં મોકલી આપવાનું રહેશે. જે ઉમેદવારને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવે તે ઉમેદવારે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે તેમજ રજૂ કરેલ અભ્યાસ તથા ઉંમર અંગેના આધારો સાથે લાવવાનાં રહેશે. ફોર્મ ભરવા અંગેની વધુ માહિતી માટે વાંકાનેર મામલતદાર કચેરીનો રૂબરૂ સંપર્ક કરવા મામલતદાર વાંકાનેરની યાદીમાં જણાવ્યું છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!