વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પરથી પસાર થતા એક બાઇક ચાલકે અચાનક બાઈક પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઇ આકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક યુવાનને માથામાં ઈજા પહોચતા તેનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવકના પિતા બાબુલાલ કરમશીભાઇ ભટાસણાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર જીઇબી સબસ્ટેશન પાસે આરસીસી રોડ પર તેમનો પુત્ર જયદીપ બાબુલાલ ભટાસણા પોતાનું મો.સા. હીરો સ્પલેન્ડર રજી.નં. GJ-36-Q-9617 લઈને પસાર થઇ રહ્યો હોય,

દરમ્યાન વધુ સ્પીડમાં ચાલતાં બાઈક પરથી યુવાને કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ ખાઈ જતા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેમાં તેનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!