વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ સિગ્નેચર સીરામિક ફેકટરીના માટી ખાતામા માટીના હોપર પાસે રમતા રમતા માટીના ઢગલા નીચે દટાઈ જવાથી સાત વર્ષના માસૂમ બાળકનું મોત થયું હતું, જે બનાવમાં મૃતક બાળકના પિતા દ્વારા યોગ્ય સલામતી નહિં રાખનાર કારખાનાના માલિકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.19 ફેબ્રુઆરીના રોજ વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ સિગ્નેચર સીરામિક ફેકટરીના માટી ખાતામા માટીના હોપર પાસે રમતા રમતા માટીના ઢગલા નીચે દટાઈ જવાથી સાત વર્ષના કિશન સુનિલભાઈ ગોહેલ નામના માસૂમ બાળકનું મોત થયું હતું. આ બનાવ અંગે ગઈકાલે મૃતક બાળક કિશનના પિતા સુનિલભાઈ ખીમજીભાઈ ગોહેલ(રહે. સિગ્નેચર કારખાનું, ઢુવા)એ સિગ્નેચર કારખાનાના માલિકો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
જેથી વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવમાં મૃતક બાળકના પિતાની ફરીયાદ પરથી કારખાનામાં યોગ્ય કાળજી કે સુરક્ષા નહિ રાખવા સબબ સિગ્નેચર કારખાનાના માલિકો વિરુદ્ધ આઇપીસી કલમ 304 (અ) અને 114 મુજબ ગુન્હો નોંધી બનાવની વધુ તપાસનો શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC