વાંકાનેર શહેરની મિલ સોસાયટીમાંથી જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા એક ઝડપાયો….

0

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરની મિલ સોસાયટીની શેરીમાંથી એક શખ્સને જાહેરમાં વરલી મટકાના જુગારના આંકડા લેતા ઝડપી પાડી આરોપી સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ મિલ સોસાયટીમાંથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા જાહેરમાં વરલી મટકાના આંકડા લઈ વરલી મટકાનો જુગાર રમાડતા દેવરાજ ઉર્ફે પિન્ટો નાગજીભાઈ સુરેલા નામના શખ્સને રોકડ રકમ રૂ. 4,780 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી પાડી આરોપી સામે જુગાર ધારાની કલમ 12(a) મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC