વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ એક સિરામિકના કારખાનામાં મજૂરી કામ દરમિયાન માટી ખાતામાં કામ કરતા યુવાનનું પેન્ટ મશીનરીના બેલ્ટમાં ફસાઈ જતાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ શ્રી સિરામિક નામના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતાં આનંદકુમાર ગોવિન્દ કુમાર બાયમ (ઉ.વ. ૩૫) માટી ખાતાની અંદર કામ કરી રહ્યો હોય ત્યારે અકસ્માતે તેનું પેન્ટ મશીનરીના બેલ્ટમાં ફસાઈ જતાં યુવકને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત થયું હતું, જેથી આ અકસ્માતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!