વાંકાનેર શહેર ખાતે આવેલ ગોકુલ નગર સોસાયટીમાં રહેતી એક પરિણીતાએ મોરબી મહિલા પોલીસમાં તેના પતિ અને સસરા સામે તેને અને તેના દિકરાને માર મારી, ગાળો આપી, શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે જેના પરથી પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની ગોકુલનગર સોસાયટીમાં રહેતા હેતલબેન મુકેશભાઇ ચૌહાણે મોરબી મહિલા પોલીસમાં તેના પતિ અને સસરા સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના પતિ મુકેશભાઇ મગનભાઇ ચૌહાણ તથા સસરા મગનભાઇ જીવણભાઇ ચૌહાણ વર્ષ 2001થી લઈ આજદિન સુધી અવાર નવાર તેમની સાથે નાની નાની બાબતોમાં ઝગડાઓ કરી, ગાળો આપી મારકુટ કરી શારીરીક અને માનાસીક ત્રાસ આપતા હોય જેમાં ગત તા. ૩૦ના રોજ હેતલબેનના પુત્ર નીસર્ગને પણ બંને આરોપીઓએ ગાળો આપી ઢીકા પાટુનો મુંઢ માર મારી ઇજાઓ પહોંચાડી હતી….

ઉપરોક્ત બનાવ અનુસંધાને હેતલબેનની ફરિયાદ પરથી મોરબી મહિલા પોલીસે આરોપી પતિ મુકેશભાઈ અને સસરા મગનભાઈ વિરુદ્ધ આઇપીસી કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી બંને આરોપીઓને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!