વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ રેસી સીરામીક કારખાનાની લેબર કોલોની નજીક કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા સ્થળ પર દરોડો પાડી છ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પો.કો. અકીલભાઈ બાંભણીયાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા માટેલ રોડ પર આવેલ રેસી સીરામીક કારખાનાની લેબર કોલોની પાસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા મનુભાઈ છનાભાઈ ચૌહાણ,

પ્રવિણભાઇ નરશીભાઈ ગેલડીયા, ભરતભાઈ સોમાભાઈ વાઘેલા, હંસરાજભાઇ ચતુરભા પનારા, રાજેશભાઈ ગેલાભાઈ ઝાલા અને જીલાભાઈ લાલજીભાઈ દેકાવડીયાને રોકડ રકમ રૂ. 11,240 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર તાલુકા પોલીસની આ કામગીરીમાં પીએસઆઇ આર. એ. જાડેજા, હેડ કો. મયુરધ્વજસિંહ જાડેજા તથા જુવાનસિંહ ઝાલા, કો. હરિશ્ચંદ્રસિંહ ઝાલા, મુકેશભાઈ જીલરીયા, સંજયસિંહ જાડેજા તથા લોકરક્ષક અકિલભાઈ બાંભણીયા અને અજયસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

error: Content is protected !!