વાંકાનેર તાલુકાના માટેલ ગામ ખાતે રહેતા એક યુવાન પર જુના મનદુઃખનો ખાર રાખી બે શખ્સોએ હુમલો કરી યુવાનને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં ભોગ બનેલા યુવાને વાંકાનેર તાલુકા પોલીસ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામે શીતળાધાર વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક દીપકભાઇ વાઘજીભાઇ છત્રોટીયાની પત્ની સાથે આગાઉ નજીકમાં જ રહેતા આરોપી શક્તિ ઉર્ફે સતિષ અશોકભાઈ ચૌહાણને ઝઘડો થયો હોય જેનું મનદુઃખ રાખી આરોપી અશોકભાઇ લાખાભાઇ ચૌહાણ સાથે મળી બન્ને શખ્સોએ યુવાન પર હુમલો કર્યો હતો…
માટેલ ગ્રામ પંચાયત પાસે થયેલ આ ઝઘડામાં બન્ને આરોપીઓએ સાથે મળી દીપકભાઈને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત લોખંડના પાઇપ મારી જમણા પગમાં ફેક્ચર કરી નાખતા આ મામલે યુવાને વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ જીપી એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf