માળિયાના હરિપર ગામ નજીક આજે વહેલી સવારે રોંગ સાઈડમાં આવતા છોટાહાથી અને લકઝરી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બે મહિલાના મોત થયા હતા, જ્યારે અન્ય સાતથી આઠ લોકોને ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળીયાના હરિપર ગામ પાસે સૂરજબારી રોડ ઉપર આજે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ રોંગ સાઈડમાં જતા છોટાહાથી વાહન અને લકઝરી બસ ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં છોટાહાથીમાં સવાર ચંદાબેન વિપુલભાઈ (ઉ.વ. 30) અને શારદાબેન છગનભાઇ ગોંડલીયા (ઉ.વ.70, બન્ને રહે. પીઠડીયા તા.જેતપુર)ના મોત થતાં હતાં….
આ અકસ્માતના બનાવમાં છોટાહાથી સવાર અન્ય પ્રકાશભાઈ, જેવીલ વિપુલભાઈ, ધીરુભાઈ ગોંડલીયા, માહિબેન વિપુલભાઈ, મઝરીબેન ચેતનભાઈ ગોંડલીયા, દીપકભાઈ, વિપુલભાઈ ગોંડલીયા, નાથીબેન દેવરાજભાઈ પોકીયા સહિત સાતથી આઠ લોકોને ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0