વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે આવેલ આઈમાતા હોટલની આગળથી આજે એક અજાણ્યા પુરૂષની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગયો છે. બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે આવેલ આઈમાતા હોટલની આગળથી આજે એક અજાણ્યા પુરૂષની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી જેમાં મૃતક યુવકની ઉંમર અંદાજે 25 થી 35 વર્ષ, શરીર બાંધો પાતળો તથા ઊંચાઈ 5.6 ફૂટની હોય જેને શરીરે લાલ કલરનું ટીશર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. મૃતકને જમણા હાથમાં પિત્તળનું કડુ અને લાલ રંગનો દોરો તથા જમણા હાથની આંગળીમાં પિત્તળના ધાતુની વીંટી પહેરેલી હોય જેથી જો કોઈ વ્યક્તિને ઉપરના વર્ણન મુજબના શખ્સની ઓળખ મેળે તો તેણે વાંકાનેર શહેર પોલીસનો મોબાઈલ નં. 63528 25090 અથવા 02828 220556 પર સંપર્ક કરવો…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!