હળવદ-માળીયા હાઇવે પર વાધરવા ગામના પાટીયા પાસે આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં વડોદરાથી કચ્છ તરફ જતી એક ખાનગી ટ્રાવેલ્સની બસ અચાનક પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં 15 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે માળીયા હાઇવે ઉપર વડોદરાથી કચ્છ તરફ જતી પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસ નં. NL 01 B 2324 વાધરવા ગામના પાટિયા પાસે પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બસમાં મુસાફરી કરતા કુલ 31 માથી 15 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા તેમને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા…
આ અકસ્માતમાં વિપુલભાઈ રમણભાઈ પ્રજાપતિ (રહે. ધોળકા), વિનુભાઈ પરમાર (રહે. અમદાવાદ), વિજયભાઈ રામચંદ્ર ગુપ્તા (રહે. અમદાવાદ), ઉપેન્દ્રસિંહ નટવરસિંહ રાજ (રહે. આણંદ), સૌરભ સોની (રહે. બરોડા), દિપક પરસોત્તમ આણંદદાની, કલ્પના દિપક આણદાની(રહે. આદિપુર), રવિભાઈ પટેલ (રહે. અંજાર), ઇર્સાદભાઈ આલમભાઈ (રહે. ગાંધીધામ), દિનેશભાઇ કાંતિલાલ (રહે. કચ્છ), કાનો દિનેશભાઇ(રહે. અમદાવાદ), દિગ્વિજયભાઈ કાનભાઈ (રહે. સામીખિયારી), લીલાબેન રાજેશભાઇ (રહે.ગાંધીધામ) સહિતના મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. જો કે હજુ સુધીમાં આ અકસ્માતના બનાવમાં કોઈ જાનહાની ન થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1