રાજ્યમાં આજથી કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં સાયક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમાં સરક્યુલેશનની અસરને કારણે વાતાવરણમાં ધુમ્મસછાયુ તથા આગામી બે દિવસ તાપમાન 2થી 3 ડિગ્રી નીચું જવાની આગાહી કરાઇ છે…
ગાંધીનગર સૌથી ઠંડુગાર બની 7.8 ડિગ્રી તાપમાને પહોચ્યુ છે. તેમજ નલીયામાં તાપમાન 8 ડિગ્રીએ પહોચ્યુ છે. સાથે જ અમદાવાદનુ લધુત્તમ તાપમાન 10.5 ડિગ્રી પહોચ્યુ છે. અને રાજકોટમાં 9.7 ડિગ્રી તાપમાન તથા ડાંગમાં 9.6 ડિગ્રી તાપમાન નોંઘાયુ છે. કોલ્ડવેવને પગલે વહીવટીતંત્ર પણ સજ્જ છે. જેમાં અમદાવાદના કલેક્ટરે પણ સાવચેતીના પગલા લેવા સુચનો આપી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1