વાંકાનેર તાલુકાના મકતાનપર ગામની સીમમાં આવેલ વાડીમાં વિદેશી દારૂ હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી 15 બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મકતાનપર ગામની પાધેળા તરીકે ઓળખાતી સીમમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડતા આરોપી સિંધાભાઈ કરમશીભાઈ અબસણીયા અને રણજિત શંકરભાઇ કોળીની કબ્જા વાળી જગ્યામાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડની 15 બોટલ વિદેશી દારૂ જેની કિંમત રૂ. 5,625 મળી આવી હતી જેથી પોલીસે દારૂનો જથ્થો કબ્જે લઈ દરોડા દરમિયાન બંને આરોપીઓ હાજર નહિ મળી આવતા બન્ને શખ્સોને ફરાર દર્શાવી તેની સામે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1