વાંકાનેર તાલુકાના મકતાનપર ગામ ખાતે રહેતા અને સિલાઈ કામ કરતો યુવાન દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી યુવાનને દારૂના આથા અને ભઠ્ઠીના સાધનો સાથે ઝડપી લીધો હતો….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના મકતાનપર ગામ ખાતે સ્મશાન પાછળ આવેલા ખરવામાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી આરોપી જીતેશ ઉર્ફે જીતો કરમશીભાઈ અબાસણીયા નામના યુવાનના કબ્જામાંથી 300 લીટર દેશી દારૂ બનાવવાનો આથો અને દારૂ ગાળવાની ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂ. 3,260 ના મુદ્દામાલ સાથે આરોપીને રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1