કપડાંની ખરીદીના બાકી પૈસાની વેપારી પાસે પઠાણી ઉઘરાણી, પોલીસ ફરિયાદ નોંધાઈ….
વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી ખાતે આવેલ કપડાંની દુકાન ચલાવતા એક વેપારી પાસે કપડાના માલના પૈસા બાકી હોય જેની વેપારી પાસે પઠાણી ઉઘરાણી કરવા આવેલ ચાર શખ્સોએ વેપારીને માર મારતા બનાવની વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીક આવેલ જય અંબે સીલેક્શન નામની દુકાન ચલાવતા ગીરીષભાઇ મેઘરાજભાઇ મોહીનાણી નામના વેપારીએ ઉધારમાં કાપડના માલની ખરીદી કરી હોય, જે બાબતે આરોપી દીપકભાઇ સતવારા, દીપેશભાઇ સતવારા, દશરથભાઇ સતવારા (રહે ત્રણેય-મોરબી) તથા એક અજાણ્યો માણસ એમ કુલ ચાર શખ્સો વેપારીની દુકાને આવી માલના બાકી નીકળતા રૂ. 40,000ની પઠાણી ઉઘરાણી કરી ‘ હવે તારે ડબલ પૈસા આપવા પડશે ! ‘ તેવુ કહી ઉઘરાણી કરી ગીરીષભાઇને ભુંડા બોલી ગાળો આપી, ઢીકા પાટુનો મુંઢ મારી સાહેદ મોહન પ્રકાશ રજકને લાકડાના ધોકા વડે માર મારતા બનાવની ફરિયાદી વેપારીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1