વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે રહેતા અને ખેતી કરી ગુજરાન ચલાવતા બે ભાઈઓએ પૈસાની જરૂર પડતાં વ્યાજખોર પાસેથી 5 લાખ વ્યાજે લીધા બાદ દર મહિને તેનું 50,000 વ્યાજ અને વ્યાજમાં મોડું થાય તો 2,000 ની પેનલ્ટી સહિત અત્યાર સુધીમાં બંને ભાઇઓએ વ્યાજખોરોને 15 લાખ ચૂકવી દીધા હોવા છતાં પણ બે વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરી ખેડૂતની ખેતીની જમીન નામે કરાવી લેતા આખરે બંને વ્યાજખોરો સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે રહેતા અને ખેતી કરતા યાકુબભાઈ માહમદભાઈ બાદી અને તેમના ભાઈ ઉસ્માનભાઈ માહમદભાઈ બાદીએ વર્ષ 2020માં મહિકા ગામના વિજય શિવાભાઈ ચાવડા અને સતીશ શિવાભાઈ ચાવડા નામના આરોપીઓ પાસેથી રૂપિયા 5 લાખ મહિને દસ ટકા વ્યાજે લીધા હતા, જે બદલ અત્યાર સુધી બન્ને ભાઈઓ નિયમિત રીતે મહિને 50 હજાર વ્યાજ ચૂકવતા અને વ્યાજ ચુકવવામાં મોડું થાય તો 2 હજારની પેનલ્ટી પણ ચૂકવતા હતા, જે બાદ પણ આરોપીઓ દ્વારા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફરિયાદીની ખેતીની જમીનનો સાટાખત કરાવી લીધો હતો. આ સાથે જ બંને વ્યાજખોરો દ્વારા ફરિયાદી પાસેથી કોરા ચેક મેળવી, તેમાં ખોટી રકમ ભરી બેંકમાં નાંખી, ચેક રિટર્ન થતાં ફરિયાદી પર કેસ કર્યો હતો….

અત્યાર સુધીમાં ફરિયાદી ભાઈઓ દ્વારા બંને વ્યાજખોરોને પાંચ લાખના વ્યાજ સહિત કુલ 15 લાખ જેટલી રકમ ચૂકવી દેવા છતાં આરોપીઓ દ્વારા વધુ 10 લાખની પઠાણી ઉઘરાણી કરતાં અંતે ફરિયાદી યાકુબભાઈ માહમદભાઈ બાદીએ બંને વ્યાજખોરો સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 384, 387, 504, 506(2), 114 તથા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ એક્ટ 40, 42 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!