હાલનો બજાર ભાવ સરકારી ટેકના ભાવ કરતાં પણ વધારે હોવાથી સરકારની જાહેરાત ખેડૂતોના મજાક સમાન, કોંગ્રેસ અગ્રણી દ્વારા સરકારી ટેકાના ભાવમાં વધારો કરવા માંગ….
તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવેથી ખરીદી કરવાની જાહેરાત કરી છે, ત્યારે મગફળીના ટેકાના ભાવ બાબતે વાંકાનેર કોંગ્રેસ અગ્રણી અને માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન શકીલ પીરઝાદા દ્વારા પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, તાજેતરમાં સરકારે જાહેર કરેલ મગફળીની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત ખેડૂતો માટે મજાકરૂપ છે, જેમાં છેલ્લા ત્રણ મહિનામાં વાંકાનેર વિસ્તારમાં મગફળીના સરેરાશ બજાર ભાવ સરકારે જાહેર કયેલ ટેકના ભાલ કરતા પઢ વધારે છે, ત્યારે સરકારની આ જાહેરાત ખેડૂતો માટે મજાકરૂપ છે. બાબતે જા સરકાર ખરેખર ખેડૂત હિતમાં મગફળીની ખરીદી કરવા ઇચ્છતી હોય તો, સરકારે જાહેર કરેલ ટેકના ભાવમાં સુધારો કરી અને બજાર ભાવ સમકક્ષ અથવા તેના કરતાં વધારે ભાવે ખરીદી કરવી જોઈએ….
બાબતે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મગફળીની રૂ. ૬૩૭૭/– પ્રતી કિવન્ટલ અર્થાત રૂા.૧૨૭૫.૪૦– પ્રતી મણના ભાવે ખેડૂતો પાસેથી ૯.૯૮ લાખ મેટ્રીક ટન રૂા.૬૩૬૪.૨૪ કરોડ મુલ્યની મગફળી ખરીદ કરવાનુ આયોજન છે, જેમાં ટેકાના ભાવ અંતગર્ત સરકાર ચોક્કસ શરતો સાથે સારી કવોલેટીની જ મગફળી ખરીદશે. ત્યારે વાંકાનેર માર્કેટ યાર્ડના પાછલા ૩ મહીનામાં મગફળીના સરેરાશ બજાર ભાવ જુલાઈમાં રૂ. ૧૩૮૭, ઓગષ્ટમાં ૧૪૧૯ અને સપ્ટેમ્બરમાં રૂ. ૧૨૯૫ રહ્યા છે, જે સરકારના ટેકાના ભાવ કરતાં પણ વધારે છે. જેથી ખેડુતો સરકારને ટેકાના ભાવે મગફળી વેચવાને બદલે બજારમાં જ વેચાણ ક૨શે.
આ ઉપરાંત હાલના વરસની પરિસ્થિતીના કારણે મગફળીનુ ઉત્પાદન ઓછુ થવાનો અંદાજો છે, જેના કારણે આગામી સમયમાં બજાર ભાવ હજુ પણ વધવાની શકયતા છે. જેથી ટેકાના ભાવે સરકાર દ્વારા મગફળી ખરીદીની યોજનાનુ કોઈ અર્થ રહેશે નહી. જે બાબત ખેડૂતો સાથે મજાકરુપ છે. જો સરકાર ખેડૂતોના હિત બાબતે ખરેખર ગંભીર હોઈ તો આ ટેકાના ભાવની પુનઃવિચારણા કરવી જોઈએ અને બજારભાવથી ઉંચાભાવે ખેડૂતો પાસેથી ખરીદીને તેમને ન્યાય આપવો જોઈએ….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf