આજુબાજુના વિસ્તારના કુલ 30 કરતાં વધુ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો લાભ મળે મળશે….
વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ સતત ચોથા વર્ષે ઓવરફ્લો થતાં નાગરિકોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. જેમાં આ વર્ષે પણ મચ્છુ 1 ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે, જેનાથી આસપાસના 30 કરતાં વધુ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો લાભ મળશે…
ડેમ ઓવરફ્લો થતાં આ વર્ષે ખેડૂતોને શિયાળું પાકમાં સિંચાઇ કરવા માટે ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે જેમાં આજથી ખેડૂતોએ કેનાલમાંથી પાણી મેળવવા માટે ફોર્મ ભરવાના શરૂ થયાં છે, જે ફોર્મ ખેડૂતોએ તા. 11/11/2022 સુધીમાં સિંચાઈ ઓફીસે જમાં કરાવવાના રહેશે. જેમાં ખેડૂતોએ પ્રતિ એકર દિઠ છ પાણ માટે રૂ. 931 ચુકવવા નિર્ણય લેવાયો છે. ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી અંદાજીત 20 થી 25 તારીખ વચ્ચે છોડવામાં આવશે તેવું જવાબદાર અધિકારીએ જણાવ્યું છે…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0