તળપદા અને કોળી સમાજ દ્વારા સંયુક્ત રીતે ભાજપમાંથી ટીકીટની માંગણી…
૬૭-વાંકાનેર કુવાડવા વિધાનસભા મતવિસ્તારમાં કોળી સમાજ અને મુસ્લિમ સમાજના મતદારો પ્રભુત્વ ધરાવે છે, જેમાં કોળી સમાજ દ્વારા એક મિટીંગ યોજી અને ભાજપમાંથી ટીકીટની માંગણી કરવામાં આવી છે. જેમાં જણાવાયું હતું કે, વાંકાનેર બેઠક પર કોળી સમાજના 90,000 જેટલા મતદારો હોય જેથી અવાર-નવાર કોળી સમાજે ભાજપ પક્ષમાંથી વિધાનસભામાં ટીકીટ માટે માંગણી કરેલ છે, છતાં પક્ષે સમાજને કોઈ વખત ટીકીટ આપી નથી. જે બાબત કોળી સમાજને અન્યાય કર્તા છે. જેથી આગામી વિધાનસભા-2022 ની ચૂટણીમાં કોળી સમાજને વાંકાનેર બેઠક પર ટીકીટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે…
વાંકાનેર-કુવાડવા વિધાનસભા વિસ્તારમાં કોળી સમાજની બે પેટા જ્ઞાતિ છે, જેમાં આગામી વિધાનસભા માટે તળપદા કોળી અને ચુવાળીયા કોળી બંને જ્ઞાતિ એક થઇ સમાજની સંકલન સમિતિ બનાવેલ છે. આ સમિતિ દ્વારા તાજેતરમાં જ સમાજના સામાજિક અને રાજકીય આગેવાનોની એક બેઠક બોલાવી અને ભાજપમાંથી દાવેદારી કરી ચુંટણી લડવા તથા ટીકીટ માંગવા ઈચ્છતા ઉમેદવારોનું લીસ્ટ તૈયાર કરેલ જેમાં 14 જેટલા દાવેદારોના નામો આવેલ. જેથી સમિતિ દ્વારા બીજી બેઠક બોલાવીને નક્કી કરવામાં આવેલ કે, ભાજપ પક્ષ 14 માંથી કોઈ એક દાવેદારને ટીકીટ આપી ચુંટણી લડવા આદેશ કરશે, તો બાકીના 13 દાવેદારો અને આ વિધાનસભાનો સમસ્ત કોળી સમાજ તન, મન, ધનથી સમાજના ઉમેદવાર સાથે રહી અને બહોળી લીડથી સમાજના ઉમેદવારને વિજેતા બનાવવાની જાહેરાત કરી છે.
ભાજપમાંથી દાવેદારી નોંધાવવા ઈચ્છતા કોળી સમાજના દાવેદારો…
૧). અણીયારીયા રતિલાલ ગણેશભાઈ
૨). કાંકરેચા કાળુભાઈ મેરૂભાઈ
૩). સરવૈયા ગોરધનભાઈ પોલાભાઈ
૪). ડાંગરોચા વાઘજીભાઈ કુકાભાઈ
૫). જીંજરિયા હિતેશભાઈ ભગવાનજીભાઈ
૬). ઉઘરેજા બાબુભાઈ અરજણભાઈ
૭). પરમાર રમેશભાઈ મનજીભાઈ
૮). બાલોન્દ્રા રવજીભાઈ ગગજીભાઇ
૯). મેર જીજ્ઞાસાબેન રાજેશભાઈ ૧૦). બાવરવા પરષોતમભાઇ વેરશીભાઈ ભુવા
૧૧). સોરાણી અજયભાઈ નાથાભાઈ
૧૨). ચાવડા ધનાભાઇ નાથાભાઈ
૧૩). નાકીયા વિરજીભાઈ ગોવિંદભાઈ
૧૪). વાઢેર વિનુભાઈ જીવાભાઈ
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0