(પ્રતિકાત્મક તસવીર)
ડેમ અધિકારીના જણાવ્યા મુજબ હાલ ડેમ ઓવરફ્લો નથી થયો : 11:40 કલાકે ડેમની સપાટી 47.90 નોંધણી, બપોરે 1 વાગ્યા બાદ ડેમ ઓવરફ્લો થશે, હાલ ડેમ પાળી પરથી ઈનફ્લો થઈ રહ્યો છે…
વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે જેમાં ડેમ અધિકારીના જણાવ્યા મુજબ હાલ 11:40 કલાકે ડેમની સપાટી 47.90 ફુટ નોંધાણી છે અને હાલ હવાની લહેર(મોજા)ના કારણે ડેમની પાળી પરથી પાણીનો ઈનફ્લો શરૂ થયો છે પરંતુ ઓફીસીયલ ડેમ હજુ ઓવરફ્લો થયો નથી. ડેમમાં પાણીની આવક જોતા ડેમ બપોરે 1 વાગ્યા બાદ ઓવરફ્લો થવાની પુરી શક્યતા છે….
આ સાથે જ વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલ ડેમમાં 15,000 ક્યુસેક કરતા વધુ પાણીની આવક ચાલુ હોય અને ટુંક સમયમાં જ ડેમ ઓવરફ્લો થશે જેથી મચ્છુ નદીના પટમાં અને નિચાણવાળા વિસ્તારોમાં રહેતા તમામ નાગરિકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવે છે….
મચ્છુ 1 ડેમની કુલ સપાટી 49 ફુટ હોય અને હાલ ડેમમાં કુલ 47.90 ફુટ જેટલું પાણી ભરેલ હોય જેથી હજુ ડેમ ઓવરફ્લો થવામાં કુલ 1.1 ફુટની જળસપાટી બાકી છે. જે સપાટી ડેમમાં પાણીની આવક જોતા બપોરે 1 વાગ્યા બાદ ભરાવાની સંભાવના દર્શાવાઇ રહી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf