ઉપરવાસના ત્રિવેણી ઠાંગા અને ફારદન(બેટી) ડેમ ઓવરફ્લો થતાં મચ્છુ 1 માં પાણીની આવકમાં જંગી વધારો….
વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમની જળ સપાટી 47.13 ફુટે પહોંચી છે, જેમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઉપરવાસના ફારદન(બેટી) અને ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફ્લો થઇ જતાં મચ્છુ 1 ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે, જેના કારણે મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થવાની શક્યતાને પગલે નદી વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે….
બાબતે મચ્છુ&1 ડેમના અધિકારી દિલીપસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ફારદન (બેટી) અને ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફ્લો થતાં મચ્છુ 1 ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે, અને હાલ ડેમમાં 5,735 ક્યુસેક પાણીની આવક ચાલુ છે, જેથી ડેમ ઓવરફ્લો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મચ્છુ નદી વિસ્તારમાં આવતા વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસિકા, વાંકાનેર, મહિકા, કોઠી, ગારીયા,
જોધપર, પાજ, રસિકગઢ, લુણસરિયા, કેરાળા, હસનપર, પંચાસર, વઘાસિયા, રાતી દેવળી, વાંકીયા, રાણેકપર, પંચાસિયા, ઢુંવા, ધમાલપર તેમજ મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધીરનગર અને લીલાપર સહિત 24 ગામના લોકોને નદીના પટ્ટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા સૂચના આપવામાં આવે છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1