વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે હાલ 4 વાગ્યા સુધીમાં મચ્છુ 1 ડેમની સપાટી 45.75 ફુટ જેટલી નોંધાઈ છે, જેમાં ડેમ સાઇટ પર ઉપરવાસમાં પડેલા ભારે વરસાદનાં કારણે હાલ 1366 ક્યુસેક જેટલા પાણીની આવક ચાલુ છે….

આ સાથે જ ડેમમાં પાણીની આવક જોતા ડેમ ઓવરફ્લો થવાની શક્યતાના પગલે તંત્ર દ્વારા વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસિકા, વાંકાનેર, મહિકા, કોઠી, ગારીયા, જોધપર, પાજ, રસિકગઢ, લુણસરિયા, કેરાળા, હસનપર, પંચાસર, વઘાસિયા, રાતી દેવળી, વાંકીયા, રાણેકપર, પંચાસિયા, ઢુંવા, ધમાલપર તેમજ મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધીરનગર અને લીલાપર સહિત 24 ગામના લોકોને નદીના પટ્ટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા જણાવાયું છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!