વાંકાનેર સીટી પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના શક્તિપરા વિસ્તારમાં આવેલ ચર્ચ પાસે દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના શક્તિપરામાં ચર્ચ નજીકથી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા આરોપી ૧). રહિમભાઇ એહમદભાઇ ચાવડા, ૨). રાજેશભાઇ રમેશભાઇ સાગઠીયા,
૩). ભરતભાઇ જગદીશભાઇ ડાભી, ૪). રાજકુમાર જગદીશભાઇ ડાભી, ૫). દેવદીપભાઇ જગદીશભાઇ ડાભી, ૬). દેવજીભાઇ વાઘજીભાઇ મકવાણા અને ૭). રવિભાઇ મોહનભાઇ સુરેલાને તીનપત્તીનો જુગાર રમતા રોકડ રકમ રૂ. 10,400 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1