મચ્છુ 1 ડેમ સાઈટ પર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં જંગી પાણીની આવક શરૂ, દોઢ કલાકમાં ડેમની સપાટીમાં બે ફુટનો વધારો : કુલ સપાટી 31 ફુટે પહોંચી….
વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની બે ફુટ જેટલા વધારો થયો છે, જેમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે હાલ પણ ડેમમાં પાણીની જંગી આવક શરૂ છે….
બાબતે મચ્છુ 1 ડેમની સાઈટ પર ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની જંગી આવક શરૂ થઇ છે, જેમાં માત્ર છેલ્લી દોઢ કલાકમાં જ ડેમની સપાટીમાં બે ફુટ જેટલો વધારો થયો છે. સવારે 11 વાગ્યે મચ્છુ 1 ડેમની સપાટી 29 ફુટ જેટલી નોંધાઇ હતી જેમાં હાલ 12:30 કલાકે તેમા બે ફુટનો વધારો થતા હાલ ડેમની સપાટી 31 ફુટે પહોંચી ગઇ છે…
બાબતે મળતી વિગતો મુજબ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સવારે 11 વાગ્યા બાદ ડેમમાં પાણીની આવકમાં અચાનક જંગી વધારો થયો હતો અને હાલ પણ 12,000 ક્યુસેક જેટલી પાણીની આવક શરૂ હોય જેથી માત્ર દોઢ કલાકમાં જ ડેમની સપાટી બે ફુટ જેટલા વધારો નોંધાયો છે. બાબતથુ વાંકાનેર વિસ્તારના નાગરિકોમાં હરખની હેલી પ્રસરી ગઇ છે…
વાંકાનેર વિસ્તારના પળે પળના સમાચાર અને મચ્છુ 1 ડેમની સ્થિતિ વિશેની તમામ, સચોટ અને ભરોસાપાત્ર માહિતી માટે અમારી સાથે જોડાઓ…
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH