વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમમાં ગઈકાલે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની જંગી આવક શરૂ થઇ હતી જેથી હાલ ડેમની કુલ સપાટી 40 ફુટે પહોંચી છે તેમજ હાલ પણ ડેમમાં ધીમીધારે પાણીની આવક ચાલુ છે….
બાબતે મચ્છુ 1 ડેમની સાઈટ પર ગઈકાલે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સવારે 11 વાગ્યા પછીથી પાણીની જંગી આવક શરૂ થઇ હતી, જેના કારણે હાલ 9 વાગ્યાના ટકોરે મચ્છુ 1 ડેમની સપાટી 40 ફુટે પહોંચી ગઇ છે. આ સાથે જ આગામી બે દિવસ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી હોય, જેથી મચ્છુ નદીના પટમાં અને નિચાણવાળા વિસ્તારોમાં રહેતા તમામ નાગરિકોને સાવચેત રહેવા અને નદી વિસ્તારમાં ન જવા અપીલ કરવામાં આવી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH