યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા રાજ્યમાં જીલ્લા કક્ષાએ રાસ-ગરબા હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર શહેરની શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની બાળાઓએ પણ ભાગ લીધો હતો જે સ્પર્ધામાં આ શાળાની વિદ્યાર્થીનીઓએ તૃતીય સ્થાન મેળવી શાળા પરિવારનું નામ રોશન કર્યું છે..
દર વર્ષે જિલ્લા કક્ષાએ યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા રાસ તથા ગરબા હરિફાઈનું આયોજન કરવામાં આવે છે જે અનુસંધાને આ વર્ષે તા. 05/10/2021 ના રોજ પ્રાચીન ગરબા સ્પર્ધા યોજાઇ હતી. જેમાં વાંકાનેર શહેરની શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિધાર્થીનીઓ દ્વારા પ્રાચીન રાસ રજુ કરવામાં આવેલ…
આ પ્રાચીન રાસ ગરબા સ્પર્ધામાં શાળાની બાળાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સ્પર્ધામાં તૃતીય સ્થાન મેળવ્યું હતું. આ સ્પર્ધા માટે શાળાના શિક્ષક બલભદ્રસિંહ ઝાલા, સેજલબેન ચુડાસમા, પ્રિયંકાબેન ગાંધીએ ખૂબ જ ટૂંકા ગાળામાં વિદ્યાર્થીનીઓ પાસે તૈયારી કરાવી માર્ગદર્શન પૂરું પાડયું હતું,
જેથી શાળાની બાળાઓ જિલ્લા કક્ષાએ તૃતીય સ્થાન મેળવવામાં સફળ રહી હતી જે બદલ શાળાના આચાર્ય દર્શનાબેન જાની, ટ્રસ્ટીશ્રીઓ તેમજ પ્રમુખ લલીતભાઈ મહેતાએ વિદ્યાર્થીનીઓ, સ્ટાફ તેમજ તેમના વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf