વાંકાનેર તાલુકાના લુણસર ગામ ખાતે રહેતા એક યુવાને ધંધામાં જુની ભાગીદારીનો હિસાબ કરવાનો બાકી હોય જેથી યુવાને તેના ભાગીદારને આ હિસાબ પુરો કરવા જણાવતાં આરોપીએ ફરિયાદી સાથે ઝઘડો કરીને જેમ ફાવે તેમ ગાળો આપી અને યુવાનને ફડાકા ઝીંકી દીધા હતા, જેથ ભોગ બનેલ યુવાને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસર ગામ ખાતે રહેતા વાસુદેવભાઈ નથૂભાઈ સરસાવાડિયા (ઉ.વ. 45)એ આરોપી વિરેન્દ્રભાઈ ઉર્ફે વશરામભાઈ હરજીવનભાઈ ધોરીયાણી(રહે. પ્રમુખ સોસાયટી, મોરબી-રવાપર રોડ)ના ભત્રીજા સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કરેલ હોય અને તેની ભાગીદારીનો હિસાબ કરવાનો બાકી હોય જે બાબતે વિરેન્દ્રભાઈ ઉર્ફે વશરામભાઈએ ફરિયાદી સાથે ઝઘડો કરી અને ગાળો આપી હતી.
ત્યારબાદ આરોપીએ ફરિયાદીનો કાંઠલો પકડીને ફડાકા ઝીંકી દીધા હતા જેથી ભોગ બનેલા યુવાને આ બાબતે વાકાનેર તાલુકા પોલીસ મથકે આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરે છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA