વાંકાનેર શહેર નજીક આવેલા રાણેકપર ગામની સીમમાં આવેલ ડુરેઝા સિરામિક ફેકટરીમાં આજે બચપન બચાવો આંદોલન, ચાઈલ્ડ લાઈન ટીમ(108) દ્વારા બાળ મજૂરી સંદર્ભે રેડ કરવામાં આવી હતી જેમાં આ કારખાનામાં આશરે 14 જેટલા બાળ શ્રમિકો મળી આવ્યા હતા પરંતુ કારખાનેદાર દ્વારા ચાલાકી વાપરી અને કાર્યવાહીથી બચવા માટે રેડ કરનાર ટીમને બેસાડીને પાછળથી બાળકોને રવાના કરી દેવામાં આવ્યા હતા.
પરંતુ ચાઈલ્ડ લાઈન ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી અને કારખાનામાં મજુરી કરતાં બે બાળકોને છોડાવી અને વાંકાનેર પોલીસ મથકે લાવી અને કારખાનના માલિક તેમજ કોન્ટ્રાક્ટર સામે બાળ મજૂરી સબબ ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક હાઇવે પર રાણેકપર ગામ નજીક આવેલ દુરેજા સિરામિક નામની ફેકટરીમાં બાળમજૂરો કામ કરે છે તેવી બાતમીના આધારે ત્યારે બચપન બચાવો આંદોલન, ચાઈલ્ડ લાઈન મોરબી ૧૦૯૮ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં 14 જેટલા બાળકો કામ કરતાં મળી આવ્યા હતા. જે બાદ કારખાનેદાર દ્વારા ચાલાકી વાપરી અને રેડ કરવા માટે આવેલ ટીમને બેસાડી રાખીને પાછળથી બાળશ્રમિકોને ભગાડી દેવામાં આવ્યા હતા તેવું આ ટીમના અધિકારીએ જણાવ્યુ હતું.
પરંતુ ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી અને બે બાળ શ્રમિકને સાથે રાખી આ ટીમ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને પહોંચી અને તેમની પાસે રહેલા કારખાનાના ફોટો પ્રુફના આધારે ફોટામાં મજુરીકામ કરતાં બાળશ્રમિકોને હાજર કરવા માટે કહેતાં ત્યારબાદ વધુ છ બાળકોને લઈ આવવામાં આવ્યા હતા જેથી આઠ બાળમજૂરોને કામે રાખનારા કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધવામાં આવી છે…
બનાવની ફરિયાદ પરથી વાંકાનેર સિટી પોલીસ દ્વારા દુરેજા ગ્રેનેટો પ્રા.લી. વાળાનો કોન્ટ્રાકટર બી.એમ.સિંગ અને તપાસમાં જેના નામ સામે આવે તે બધાની સામે બાળ અને તરુણ કામદાર (પ્રતિબંધ અને નિયમન) ૧૯૮૬ (સને.૨૦૧૬ માં સુધાર્યા અનુસાર) ની કલમ ૩(એ),૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA