વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામ નજીક આવેલ એક સીરામીક ફેક્ટરીમાં રહી મજૂરી કામ કરતા યુવાને જાંબુડીયા ગામ નજીક આવેલ એક હોટલ પાછળ લીમડાના ઝાડ નીચે કમળપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુ નોંધી કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામે અયોટા સીરામિક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા મુળ ઉત્તરપ્રદેશના વતની વિનયકુમાર શિવપૂજનસિંહ કુર્મી (ઉ.વ. 22) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગામ નજીક આવેલ અશ્વમેઘ હોટલ પાસે લીંબડાના ઝાડ સાથે કમરપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC