વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે ત્રણેક દિવસ પહેલા પોલીસે જુગાર અંગે દરોડો પાડી જુગાર રમતા અમુક શખ્સોને ઝડપી લીધા હતા, જે બાબતે પોલીસને બાતમી આપી હોવાની શંકા રાખી આ જ ગામમાં રહેતા માથાભારે શખ્સે એક અન્ય વ્યક્તિ પાછળ કુહાડી લઈ દોડતા, આ વ્યક્તિ ડરના માર્યા ઘર છોડી જતો રહેતા તેમના પત્નીએ આરોપી સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે ત્રણેક દિવસ પહેલા પોલીસે જુગાર અંગે દરોડો પાડતા ગામના લોકો આ દરોડો શીતલબેન મનસુખભાઇ વિંઝવાડિયાએ પડાવ્યો હોવાની વાતો કરતા હતા, જેમાં આ જુગાર દરોડામાં ફરિયાદી પુજાબેન લક્ષ્મણભાઈ ઈંદરપાના પતિ પણ પકડાઈ ગયા હતા…
જેથી આ બાબતે તેમણે પોતાના પતિ લક્ષ્મણભાઈ મેરામભાઈ ઈંદરપાને કહ્યું હતું કે ગામ લોકો આ દરોડો પૂજાબેને પડાવ્યો એવું કહે છે, પરંતુ શીતલબેન આવું ન કરે તેમ સમજાવ્યા હતા. બાદમાં જુગારના દરોડામાં ઝડપાયેલ આરોપી જુગારમાં પકડાયેલા આરોપીઓને ફરિયાદીના પતી લક્ષ્મણભાઈ બાબતની જાણ કરી પોલીસને બાતમી તેમના પત્નીએ ન આપી હોવાની વાત કરતા,
ઉશ્કેરાયેલા આરોપી કોલાભાઈ માનસીંગભાઈ સીતાપરાએ કુહાડો લઈ લક્ષ્મણભાઈને મારવા દોડ્યો હતા. જેમાં આરોપીએ અગાઉ પણ લક્ષ્મણભાઈ સાથે ઝઘડો કરી ગાળો આપી હોય તેમજ આરોપી દારૂનો ધંધો કરતો માથાભારે શખ્સ હોય જેથી લક્ષ્મણભાઈ બીકના માર્યા ગામ છોડી ભાગી ગયા હતા જેથી આ બનાવમાં ફરિયાદી પુજાબેને આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઈપીસી કલમ 504 તથ જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl