વાંકાનેર સીટી પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી 72 બોટલ વિદેશી દારૂ તથા 11 નંગ બિયરના ટીન સાથે આરોપીને ઝડપી લીધો….
વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક લિંબાળાની ધાર પાસે આવેલ એક બંધ કેબિનમાં દરોડો પાડી 72 બોટલ વિદેશી દારૂ અને 11 નંગ બિયરના ટીન સાથે એક આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમના હેડ કો. હરપાલસિંહ પરમાર તથા કો. કૃષ્ણરાજસિંહને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક આવેલ લીંબાળાની ધાર પાસે રોડ ઉપર આવેલ એક બંધ કેબિનમાં દરોડો પાડી સ્થળ પરથી 72 બોટલ વિદેશી દારૂ (કી. રૂ. 27,000) તથા 11 નંગ બિયરના ટીન (કી.રૂ. 1100) સહિત કુલ રૂ. 28,100ના મુદ્દામાલ સાથે આરોપી ઈમરાનભાઈ ઈબ્રાહિમભાઈ પઠાણ (ઉ.વ. ૩૮, રહે. ગેલેક્સી સોસાયટી, ચંદ્રપુર)ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં ઇન્ચાર્જ પીઆઇ વી. પી. ગોલ, હેડ. કો. યશપાલસિંહ પરમાર તથા હરપાલસિંહ પરમાર, કો. કૃષ્ણરાજસિંહ ઝાલા, ધર્મરાજભાઈ ગઢવી, દિવ્યરાજસિંહ ઝાલા અને એ.એસ આઇ. ભુપતસિંહ પરમાર સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC