વાંકાનેર શહેર નજીક લીંબાળાની ધાર પાસેથી પસાર થતા એક ડબલ સવારી બાઇકને રોડ ક્રોસ કરતી વેળાએ ત્યાંથી પસાર થતા એક ઈકો કારના ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે બનાવમાં વૃદ્ધએ ઈકો કાર ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક લીંબાળાની ધાર પાસેથી ડિવાઈડર રોડ ક્રોસ કરતાં એક ડબલ સવારી બાઇક નં. GJ 36 AB 0688ને ત્યાંથી પસાર થતી એક ઈકો કાર નં. GJ 14 E 7061 ના ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક ટપુભા મહોબતસિંહ જેઠવા નામના વૃદ્ધને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી,

જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, આ સાથે જ આ બનાવમાં બાઇક ચાલકના પુત્રને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હતી, જેથી ઈજાગ્રસ્ત વૃદ્ધએ ઈકો કાર ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

 

error: Content is protected !!