સરકારશ્રીના બાગાયત ખાતાની જુદી-જુદી સહાયલક્ષી યોજનાઓ જેવીકે ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, અર્ધપાકા મંડપ, પાકા મંડપ તથા કાચા મંડપ, પ્લાસ્ટીક મલ્ચીંગ, પાવર ટીલર, છુટા ફુલો, ટીસ્યુ કેળ, પપૈયા, ફળપાક વાવેતર, ટીસ્યુકલ્ચર ખારેક વાવેતર, ઔષધીય સુગંધીત પાકોના વાવેતર તથા ડિસ્ટીલેશન યુનીટ,

દેવીપુજક ખેડુતો માટે તરબુચ/ટેટીના બિયારણ, નેટ હાઉસ, ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયર, સ્વયં સંચાલીત બાગાયત મશિનરી, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટના કાર્યક્રમો, બાગાયત પેદાશોના પેકેજીંગ મટેરીયલ વગેરેના દરેક ખેડુતો માટે યોજનાઓમાં લાભ લેવા માટે ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ માટે ઓન લાઇન અરજીઓ માટે તા. ૧૫-૦૫-૨૦૨૧ સુધી I-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે.

બાગાયતદારોને ઉપરોક્ત ઘટકોમાં સહાય લેવા માટે http://ikhedut.gujarat.gov.in પર અરજી કરી અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨,૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલો,

જાતિનું પ્રમાણપ્રત્ર(અનુ. જાતિ), વિગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ(ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબી ના સરનામે રજુ કરવા નાયબ બાગાયત નિયામક મોરબીએ એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL

error: Content is protected !!