વાંકાનેર સહિત ચાર ધારાસભ્યો અને કોંગ્રેસના પ્રદેશ આગેવાનીમાં યોજાયો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો….
લંપી વાયરસે ગુજરાતમાં કોહરામ મચાવ્યો છે જેનાં કારણે અસંખ્ય ગૌધનના મોત થયા છે જેથી આ મુદ્દે ભુજમાં કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ પક્ષના આગેવાનો, ધારાસભ્યશ્રીઓ અને કચ્છ જિલ્લાના માલધારીઓ, પશુપાલકો, ગૌવંશપ્રેમીઓ સહિતની હાજરીમાં ગૌસંવેદવા સંમેલન યોજી બાદમાં ભુજ ક્લેક્ટર કચેરીનો ઘેરાવ કરી ગૌમાતાના મોત બાબતે વિરોધ પ્રદર્શન કરી તાત્કાલિક બાબતે ગંભીરતા દાખવી માલધારીઓને પશુ દીઠ 50,000 સહાય ચૂકવવા માંગ કરવામાં આવી હતી….
બાબતે ભુજ ટાઉનહોલ ખાતે ગૌસંવેદના સંમેલન યોજાયા બાદ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, લલીત કગથરા, રૂત્વિક મકવાણા, અમરીશ ડેર તથા કોંગ્રેસ અગ્રણી અર્જુન મોઢવાડિયા, પાલભાઈ આંબલીયા, રામકિશન ઓઝા સહિતના અગ્રણીઓની આગેવાનીમાં હાજરો કોંગ્રેસ કાર્યકરો રેલી સ્વરૂપે કલેકટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવવા કલેકટરશ્રી ને બહાર બોલાવાની માંગ બાબતે કલેકટરે અકડ વલણ દાખવતા કોંગ્રેસી આગેવાનો કલેકટર ચેમ્બરમાં ઘુસી રામધૂન બોલાવી હલ્લાબોલ કર્યો હતો અને ગૌમાતાના મોત બાબતે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl