લખનઉ ખાતે યોજાયેલ રિફ્લેક્શન ઈન્ટરનેશનલ ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનથી કિડ્ઝલેન્ડ સ્કુલના વિદ્યાર્થીઓનો રાષ્ટ્રીય સ્તરે ડંકો….

તાજેતરમાં જ લખનઉ ખાતે યોજાયેલ રિફ્લેક્શન ઈન્ટરનેશનલ ઇવેન્ટમાં પ્રથમ સમગ્ર દેશમાંથી વાંકાનેરની કિડ્ઝલેન્ડ સ્કુલના છ વિદ્યાર્થીઓનો પસંદગી કરાતાં ચોમેરથી શાળા મેનેજમેન્ટની પ્રસંશા થઇ રહી હોય, ત્યારે આજે આ ઇવેન્ટમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રનર્સ અપ વર્લ્ડ ચેમ્પિયન ટ્રોફી માટે વિજેતા જાહેર થયા છે, જેમાંથી આગામી દિવસોમાં ભુતાન ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ત્રણ વિદ્યાર્થીઓની પસંદગી પામતાં વાંકાનેરની શાળાનો આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે…

ઉત્તરપ્રદેશના લખનઉની સિટી મોન્ટેસરી સ્કૂલ મહાનગર કેમ્પસમાં તા. 5 થી 8 ઓગસ્ટ દરમ્યાન રિફ્લેક્શન ઈન્ટરનેશનલ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં આંતરરાષ્ટ્રીય ઇતિહાસ, નાગરિકશાસ્ત્ર, કાનૂની અભ્યાસ અને મનોવિજ્ઞાન યુવા મહોત્સવમાં વાંકાનેરની કિડઝલેન્ડ સ્કૂલના વિદ્યાર્થીઓની એક ટીમએ ભાગ લીધો હોય, જે ગોરવંત ક્ષણ બાદ વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી ત્રણ વિદ્યાર્થીઓની ભુતાન ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદગી કરવામાં આવી છે. જેથી હવે આ વિદ્યાર્થીઓ ભૂતાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીશે જે બાબત વાંકાનેર માટે ગર્વની બાબત છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt

 

error: Content is protected !!