વાંકાનેરની શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની સાત વિદ્યાર્થીની બહેનો રાજ્ય કક્ષાએ કુસ્તી સ્પર્ધામાં રમવા માટે નડિયાદ મુકામે ગઈ હોય જેમાં U-14 અને U-17 કુસ્તી સ્પર્ધામાં આ વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરીને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે…

જેમાં U-14 કુસ્તી સ્પર્ધામાં ચારોલા ક્રિષ્ના, પઢારિયા પ્રાચી તથા U-17 સ્પર્ધામાં ખોરજા દ્રુપદી, દેત્રોજા રિયા, ગામોટ તન્વી, ઝાલા પ્રિયાબા, દેત્રોજા કિંજલ રાજ્ય કક્ષાએ કુસ્તી સ્પર્ધામાં સુંદર પ્રદર્શન કર્યું હતું. આ વિદ્યાર્થીઓ કોચ વિજયભાઈ શાશિ, શિક્ષક ડઇબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ સફળ થતાં શાળાના આચાર્ય દર્શનાબેન તથા ટ્રસ્ટીઓએ આ સફળતા બદલ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!