કુવાડવા વિસ્તારમાં આવેલા તમામ આરોગ્ય કેન્દ્રો અને કુવાડવા PHCની મુલાકાત લઈ નાગરિકોના આરોગ્ય અને હોસ્પિટલોની સુવિધા વિશે માહિતી મેળવી અને જરૂરી સુચનાઓ આપી : કુવાડવા PHC માટે રૂ. 20 લાખની ગ્રાન્ટ ફાળવી….
વાંકાનેર-કુવાડવા ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા દ્વારા આજે કુવાડવા વિસ્તારમાં આવેલા કુવાડવા PHC સેન્ટર તેમજ માલીયાસણ આરોગ્ય કેન્દ્ર, બેડલા આરોગ્ય કેન્દ્ર, ગઢકા આરોગ્ય કેન્દ્ર, નવાગામ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ અને હોસ્પિટલોમાં ઉપલબ્ધ સુવિધાઓ, નાગરિકોના આરોગ્ય વિશે ડોક્ટરો, મેડિકલ સ્ટાફ તથા ગામના નાગરિકો સાથે ચર્ચા કરી અને કુવાડવા PHC માટે રૂ. 20 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. આ તકે તાલુકા પંચાયત સદસ્ય શ્રી વિજયભાઈ બોરડ સાથે રહ્યા હતા….
વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાની કુવાડવા વિસ્તારની મુલાકાત સમયે કુવાડવા ગામના આગેવાન જેરામભાઇ, કનુભાઈ ડોબરીયા, સંજયભાઈ પીપડીયા (સરપંચશ્રી-કુવાડવા), રસીકભાઈ કાકડીયા, ધર્મેશભાઈ કાકડીયા, અલ્પેશભાઈ કોળી, લાલજીભાઈ કીશલા, રાજકોટ તાલુકા પંચાયતના સદસ્ય અમરશીભાઈ, અમીતભાઈ સોરાણી (બેડલા),
ગઢકા ગામના સરપંચ કેયુરભાઈ, નવાગામ તાલુકા પંચાયતના સદસ્ય રાજુભાઈ ઝાપડીયા અને લાલજીભાઈ સોલંકી, માલીયાસણ ગામના હસુભાઈ ભુત સરપંચ, રાજુભાઈ, લખાભાઈ જાપડા તેમજ રાજકોટ જીલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ બાણોદરા ખાસ હાજર રહ્યા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f