વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સોને રોકડ રકમ રૂ. 38,600 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો પાડી સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા મેરૂભાઈ લખમણભાઇ દેકાવડિયા, રવિ ઉર્ફે કાશી કાળુભાઈ વસાણીયા,

જયેશભાઈ ઉર્ફે હાલો મધાભાઈ બાંધવા, અજયભાઈ નાનુભાઈ મદ્રેસણીયા, લક્ષ્મણભાઈ દેવાભાઈ ગમારા, વિજયભાઈ નાનુભાઈ ઉઘરેજા, પરેશભાઈ રમણીકભાઈ રાવલ અને નવઘણભાઈ વજાભાઈ શામળાને રોકડ રકમ રૂ. 38,600 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2

error: Content is protected !!