વાંકાનેર તાલુકાના કોઠી પીએચસી ખાતે આજરોજ કોરોના વેક્સિન મહાઅભિયાન (વેક્સિન મેગા ડ્રાઈવ)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે 8 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી તમામ નાગરિકોને કોરોના વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે….
આ મહાઅભિયાન અંતર્ગત કોઠી પીએચસી દ્વારા પોતાના વિસ્તારમાં માઇક દ્વારા પ્રચાર કરી લોકોને કોરોના વેક્સિન માટે જાગૃત કરવામા આવ્યાં હતાં. જેથી આ વિસ્તારના ગામોના લોકો કોરોના વેક્સિન લડાવી સુરક્ષિત બને…
આ ઉપરાંત કોઠી ગામમા આયોજીત રામદેવપીરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ કોવીડ વેકસીન સેશન આજે સવારના 8 થી રાત્રે 9 વાગ્યા સુધી આયોજન કરવામા આવેલ છે. ઉપરાંત ગામસભામાં વેકસીન અંગે આઇ.ઇ.સી કરી લોકોને જાગૃત કરવામા આવે છે. તેમજ ગ્રામસભામાં પણ વેકસીન સેશનનુ આયોજન કરી લોકોને વધુમા વધુ વેકસીન લઇ શકે તેવું આયોજન કરવામાં આવેલ છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF