વાંકાનેર તાલુકાના કોઠી ગામના બસ સ્ટેન્ડ નજીક નેશનલ હાઇવે પર પસાર થતા એક ત્રિપલ સવારી બાઇકને આઇસર ચાલકે પાછળથી હડફેટે લેતા બાઈક ચાલક યુવાન, તેના પિતા અને એક બાળકી ઇજાગ્રસ્ત થતાં તેમણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની ફરિયાદ અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસે આઇસર ચાલક સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોઠી ગામ ખાતે રહેતા મુસ્તાકમોહમદ ઉસ્માનભાઇ શેરસીયા(ઉ.વ. 33)એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ પોતાનુ હોન્ડા સાઇન મો.સા. નં. GJ 03 ES 7719 લઇને કોઠીથી મહિકા જતા હોય ત્યારે કોઠી ગામના બસ સ્ટેન્ડ નજીક ડીવાઇડર પાસે બેફિકરાઈથી ગફલત ભરી રીતે પોતાનું વાહન ચલાવી એક આઇસર નં. GJ 01 ET 2719 ના ચાલકે પાછળથી તેમના બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક યુવાનને સામાન્ય ઇજા પહોંચી હતી જ્યારે બાઇક સવાર તેમના પિતા ઉસ્માનભાઇ(ઉ.વ. 60)ને જમણા પગે ફેક્ચર તથા શરીરે સામાન્ય ઇજા તેમજ તેમની દીકરી લીઝા (ઉ.વ. 10)ને જમણા પગે ફેક્ચર તથા શરીરે સામાન્ય ઇજા પહોંચી હતી.
બનાવની ફરિયાદ અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસે બેફિકરાઈથી ગફલત ભરી રીતે પોતાનું વાહન ચલાવી અકસ્માત સર્જનાર આઇસર ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq