પોલીસે દરોડો પાડી 47 બોટલ વિદેશી દારૂ અને બિયરના 24 ટીન ઝડપી લીધા….
વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ગઈકાલે કોઠારીયા ગામે દરબારગઢ શેરીમાં રહેતા આરોપી મુળરાજસિંહ ઉર્ફે કાનભા મહાવીરસિંહ ઝાલાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં દરોડો પાડી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ 47 (કિંમત રૂપિયા 19,125) અને ટુબર્ગ બ્રાન્ડ બિયરના 24 ટીન (કિંમત રૂપિયા 2,400) ઝડપી લીધા હતા…
વાંકાનેર તાલુકા પોલીસની આ કામગીરીમાં આરોપી મુળરાજસિંહ ઉર્ફે કાનભા મહાવીરસિંહ ઝાલા હાજર ન મળતાં પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq