વાંકાનેરના તસવીરકાર ભાટી એન.ની મારૂ વણઝારા સમાજના ઉપપ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત મારૂ વણઝારા સમાજની સ્થાપના કરવા ગુજરાતના આઈપીએસ અધિકારી અને વણઝારા સમાજનું ગૌરવ સમા ડી. જી. વણઝારાને સચિવ, કે.જી. વણઝારાને જ્ઞાતિ માટેની પ્રગતિ કરવાની ખેવના જાગી અને તેમની સંગાથે સમગ્ર ગુજરાતનો વણઝારા સમાજ એકતાંતણે બંધાવા લાગ્યો ને ગુજરાતના જિલ્લે-જિલ્લે જઈ ત્યાંના અગ્રણી વણઝારાઓને મળી પ્રથમ જિલ્લા કક્ષાનું સંગઠન બોડી બનાવી,
બાદમાં તા.15-03-20ના રોજ ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતના નામાંકિતને ખંતિલા આગેવાનનું સિલેકશન કરી 31 જણાને રાખી મારૂ વણઝારા સમાજ ગુજરાત નામે ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કરાવી ગુજરાતના વણઝારાઓનું વ્યવસ્થિત સંગઠન થયું ત્યારબાદ કોરોનાના કારણે ટ્રસ્ટની પ્રવૃત્તિમાં બ્રેક લાગી ગયેલ પણ તા.16-1-22ના રોજ ગાંધીનગર ખાતે ટ્રસ્ટની મિટિંગ બોલાવવામાં આવી હતી.
જેમા વાંકાનેરના વિખ્યાત તસ્વીર કાર ભાટી એન.ને સમાજના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવતા વણઝારા સમાજમાં ખુશીની લાગણી પ્રસરી છે. ભાટી એન.ને ગુજરાત ગૌરવ પુરસ્કાર એવોર્ડ, શ્રેષ્ઠ ફોટો જર્નાલિસ્ટ એવોર્ડ, ગુજરાત પ્રિન્ટ મીડિયા એવોર્ડ જેવા અસંખ્ય સન્માનોને વાંકાનેર નગરપાલિકાના ત્રણ ટર્મ કોર્પોરેટર રહી ચૂકયા છે.
વણઝારા સમાજના ભાટી એન. જ્ઞાનિ ઉત્થાન કાર્યો કરવામાં ચોકકસ મદદરૂપ થશે. આવતા દિવસોમાં ગાંધીનગર ખાતે વણઝારા સમાજનું ભવ્યાતિભવ્ય ભવન બનાવવાનું અભિયાન ડી.જી. વણઝારાને કે.જી. વણઝારાની આગેવાની ચાલુ કરેલ છે તેમાં રવિવારની મિટિંગમાં જ્ઞાતિ અગ્રણીઓએ દાનની સરવાણી વહેવડાવતા દોઢ કરોડનું ભંડોળ ભવન બનાવવા માટે એકત્ર થઈ ગયેલ છે. આવતા દિવસોમાં વણઝારા સમાજની પ્રગતિના કાર્યો કરશે. ભાટી એન. અને અન્ય આગેવાનોને અન્ય હોદ્દાઓ આપવામાં આવેલ….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq