વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ નજીકથી પસાર થતા બાઈકને ઓવરટેક કરવા જતા ઈકો કાર ચાલકને ઠોકર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું. જેથી આ બનાવમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે ઈકો કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતે રહેતા રમેશભાઈ સવજીભાઈ સારલ (ઉ.વ. ૫૦)એ કોઠારીયા ગામના ભાવેશભાઈ રમેશભાઈ કોળી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૩૦/૯ ના સાંજના સાડા સાત થી આઠ વાગ્યાના અરસામાં તેનો ભાઈ ભીમજીભાઈ સવજીભાઈ સારલા (ઉ.વ. ૪૫) તેનું બાઇક નંબર GJ 36 AE 0778 લઈને કોઠારીયા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકનો ઓવરટેક કરવા જતાં ઇકો કાર નંબર GJ 36 AC 6091 ના ચાલક ભાવેશભાઈ રમેશભાઈ કોળીએ બાઈકને પાછળથી ઠોકર મારી હતી, જેથી ગંભીર અકસ્માતનો સર્જાયો હતો જેમાં ભીમજીભાઈ સવજીભાઈ સારલાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું મોત થયું હતું…
ઉપરોક્ત બનાવ અનુસંધાને મૃતકના ભાઈ રમેશભાઈ સારલાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR