મુંબઈના ડેન્ટીસ્ટ ડો. આર્નબ ગુપ્તાને બાઈક પર પસાર થતા વાંકાનેર નજીક અકસ્માત નડ્યો’તો….
મુંબઈના ડેન્ટીસ્ટ ડો. આર્નબ અસીમકુમાર ગુપ્તા જેઓ લોંગ ડ્રાઈવના શોખીન હોય અને તેઓ ગુજરાતના જુદા -જુદા ગામોમાં પોતાનું બાઈક લઈને ફરવા માટે નિકળેલ હોય દરમિયાન ગત તા.૧૮/૦૩/૨૦૧૪ના રોજ વાંકાનેર-મોરબી હાઈવે પર ન્યુ વર્ધમાન કારખાના પાસે પહોંચતા એક ટ્રકના ચાલકે ડોકટરને બાઈક સહિત હડફેડે લેતા ડો. ગુપ્તાને માથાના ભાગે તથા જમણા હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
જેમાં સારવાર માટે તેમને રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર પાછળ મોટો મેડીકલ ખર્ચ થયેલ જે બાદ તેમને મગજમાં તથા હાથમાં ડીસએબીલીટી (ખોડ) રહી જતા ડો.ગુપ્તાનો ડેન્ટીસ્ટ વ્યવસાય બંધ થઈ ગયેલ. આમ પોતાને થયેલ ગંભીર ઈજાઓને કારણે તેમની આવકમાં સંભવીત નુકશાની માટે તેઓએ રાજકોટની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ક્લેઈમ કેસ દાખલ કરેલ,
જે કોર્ટમાં ચાલી જતા તેમના વકીલે હોસ્પિટલના મશહુર ડો. દીનેશ ગજેરા તથા ઓર્થો ડો. રાજેશ ગાંધીએ ઈસ્યુ કરેલ મેડીકલ સર્ટી કોર્ટમાં રજુ કરેલ અને આવકના પુરાવા સ્વરૂપે આઈ.ટી. રીર્ટન્સ વગેરે દસ્તાવેજો રજુ કરી ધારદાર દલીલ કરેલ કે ડો.ગુપ્તાને રહી ગયેલ કાયમની ખોડ ખાપણને લીધે તેમનો ડોકટરનો વ્યવસાય બંધ થઈ ગયેલ હોય અને હવે તેઓ ઈન્કમ ટેક્ષના રીર્ટન્સ પણ ભરતા નથી તેમજ ડો. દીનેશ ગજેરા તેમજ ડો. રાજેશ ગાંધીએ પણ કોર્ટમાં આવી જુબાની આપેલ કે આવી મગજની તથા હાડકાની ડીસએબીલીટીને કારણે એક ડેન્ટીસ્ટ-ડોકટર પોતાનો વ્યવસાય ન કરી શકે,
જેથી બાબતે નામદાર કોર્ટે રૂ. ત્રીસ લાક તેમજ ૯ ટકા વ્યાજ સહિત કુલ રૂ. 50 લાખ ઉપરોકત ટ્રકની વીમા કંપની બજાજ એલીયાન્સને અરજદાર ડો.આર્નબ ગુપ્તાને તાકીદે એક માસમાં ચુકવી આપવા હુકમ કર્યો છે. આ કેસમાં ડો. આર્નબ ગુપ્તા વતી રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી શ્યામ. જે. ગોહિલ તથા વાંકાનેરના એડવોકેટ કપીલ વી. ઉપાધ્યાય રોકાયેલા હતાં….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR